Posts

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો.

Image
 શાળા સ્થાપના દિવસ : ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળાનો ૬૮મો સ્થાપના દિવસ ઉજવાયો. તારીખ :01/10/2024 ના રોજ નારણપોર પ્રાથમિક શાળામાં 68 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ શાળાના તમામ બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને દરેક ધોરણ પ્રમાણે વર્ગ સુશોભનની હરીફાઈ તથા દરેક ધોરણમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એસએમસીના સભ્યો ગ્રામજનો તથા બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું.

Image
 તિથિ ભોજન : ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ. વાસુ અશ્વિનભાઈ વાઘેલાનાં શ્રાદ્ધ નિમિત્તે ખેરગામની ચાર પ્રાથમિક શાળાઓમાં બાળકોને તિથી ભોજન કરાવ્યું. તારીખ :૩૦-૦૯-૨૦૨૪નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળા, શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ અને પહાડ ફળિયા પ્રાથમિક શાળા અને વેણ ફળીયા પ્રાથમિક શાળામાં ખેરગામ જય ચામુંડા ફેબ્રિકેશનનાં માલિક ઉમેશભાઈ વાઘેલાએ તેમના ભત્રીજા સ્વ.વાસુ અશ્વિનભાઈ વાઘેલાના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને તિથી ભોજન કરાવ્યું હતું. 💐💐પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.વાસુને શાંતિ અર્પે 💐💐 પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ  શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ  પહાડ ફળિયા અને વેણ ફળીયા પ્રાથમિક શાળા ખેરગામ

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

Image
Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો ----- 'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી ------ 'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ------ મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું ----- રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિ...

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Image
Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ ...

તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

Image
 તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા. સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________ "સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _________________________________________________ સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 ____________________________________________ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા... Posted by  Info Tapi GoG  on  Sunday, September 22, 2024 _______________________...

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

Image
 Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશ...