Posts

Showing posts from July, 2024

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

Image
રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે : ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ': (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું.  શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી.  સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ અને...

Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod

Image
 Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod દાહોદનો ઇતિહાસ | દાહોદમાં શ્રેષ્ઠ સ્થળો | દાહોદનું ઐતિહાસિક મહત્વ  દાહોદ એ ભારતના ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દૂધમતી નદીના કિનારે આવેલું નાનું શહેર છે. એવું કહેવાય છે કે તેનું નામ સંત દધીચી પરથી પડ્યું છે, જેમનો દધુમતી નદીના કિનારે આશ્રમ હતો. દાહોદ પ્રદેશ બાવકાનું ઘર છે, જે દાહોદથી અગિયાર કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત પુરાતત્વીય અજાયબી છે. એવું કહેવાય છે કે પત્થરોથી બનેલું અને કામસૂત્રોના કોતરવામાં આવેલા દ્રશ્યોથી સુશોભિત આ માળખું એક વેશ્યાએ બાંધ્યું હતું. આ આર્કિટેક્ચરલ અજાયબી ચાંપાનેરના મહારાજાના સમૃદ્ધ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેને દાહોદ જિલ્લાના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાન મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત 1093 માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું, અને પછીના બાર વર્ષ સુધી દાહોદમાં પડાવ નાખ્યો. સિદ્ધરાજની પ્રચંડ સેનાએ એક જ રાતમાં છાબ તલાવ (ટોકરી તળાવ)નું નિર્માણ કર્યું. તેની સેનાના દરેક સૈનિકે રાતોરા...

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
  Valsad,Navsari,Dang News paper updates  :Valsad, Vapi, Kaprada, Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

Latest educational news: Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda

Image
Latest educational news:  Surat, chaurasi, Manrol, Mahuva, Olpad, Valod,Umarpada, Mandvi, Bardoli,Tapi, Vyara, Songadh, Uchchhal,Nizar, Dolvan kukarmunda 

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
  Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ,પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્ર...

Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ.

Image
  Khergamnews: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે પ્રા.શિક્ષકોની સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 18/-07- 2024 અને 19-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોની દ્વિ દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. ખેરગામ બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા હતા. સક્ષમ તાલીમના તજજ્ઞોમાં શ્રી કિરીટભાઇ પટેલ(વાડ મુખ્ય શાળા ,Htat), અલ્પેશભાઈ પટેલ (બહેજ પ્રા.શાળા, Htat), કાશ્મીરાબેન પટેલ (પાણીખડક પ્રા.શાળા, મુખ્ય શિક્ષક), વર્ગ સંચાલક ટીનાબેન પટેલ (સી.આર.સી) દ્વારા શિક્ષકોને સક્ષમ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કિરીટભાઈ પટેલ દ્વારા આબોહવા પરિવર્તન,પર્યાવરણ, સ્વચ્છ હરિયાળી શાળા, ગ્રીન શાળાઓ, સલામત શાળાઓ, સુલભ શાળાઓ પર ચર્ચા કરી શિક્ષકોને માહિતગાર કર્યા હતા.  જેમાં સ્વચ્છ શાળાઓ ગ્રીનશાળાઓ સલામત શાળાઓ સુલભશાળાઓ વિષયો પર સ્વચ્છ પાણી, ગંદુ પાણીનું રિસાયકલ, દિવસ દરમ્યાન વિદ્યાર્થીને પાણીની જરૂરિયાત, શૌચાલય, કન્યાઓ માટે નોડલ શિક્ષિકાની નિમણુંક કરી તેમનાં મુઝવતા પ્રશ્નોન...

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૭-૦૭-૨૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈ-બહેનોને કિટ/એસેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે નરેશભાઈ પટેલે ખેડૂત ભાઈ - બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ, જિ.પં.નવસારીના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, નવસારી જિ.પં.ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા તથા પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ... Posted by  Naresh Patel  on  W...