ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે
ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે
ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે એ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ દ્વારા દર વર્ષે ૧૮ મેના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસે મ્યુઝિયમ પ્રોફેશનલ્સને લોકોને મળવાની તક પૂરી પાડે છે અને મ્યુઝિયમો જે પડકારોનો સામનો કરે છે તે અંગે તેમને માહિતી આપે છે અને સમાજના વિકાસમાં મ્યુઝિયમોની ભૂમિકા અંગે જનજાગૃતિ વધે છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ૧૯૭૭માં ઊજવવામાં આવ્યો હતો.
આ પ્રવૃત્તિ તરફ વિશ્વના લોકોનું ધ્યાન દોરવાના ઉદ્દેશ્ય સાથે વાર્ષિક ઇવેન્ટ બનાવવાના ઠરાવને અપનાવ્યા બાદ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઊજવવાનું નક્કી કરાયું હતું. સૌપ્રથમવાર ૧૯૯૨માં એક ચોક્કસ થીમ પર તેની ઉજવણી કરાઈ હતી. ૨૦૦૯માં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ ડે દ્વારા ૯૦થી વધુ દેશોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૨૦,૦૦૦ સંગ્રહાલયોએ ભાગ લીધો હતો. ૨૦૧૦માં ૯૮ દેશોમાં ઉજવણી કરવામાં આવી હતી.
૨૦૧૧માં ૧૦૦ દેશો અને ૨૦૧૨માં ૧૨૯ દેશોમાં ૩૦,૦૦૦ મ્યુઝિયમો હતા. ૨૦૧૧માં સત્તાવાર ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે પોસ્ટરનો ૩૭ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. ૨૦૧૪ સુધીમાં ૧૪૦ દેશોના ૩૫,૦૦૦ સંગ્રહાલયો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેમાં ભાગ લઈ રહ્યા છે.
Comments
Post a Comment