દુનિયાની સૌથી ઊંડી નદી
દુનિયાની સૌથી ઊંડી નદી
આપણે સાદેશની લાંબી કે પહાળી નદી વિશે જાણતા હોઇએ છીએ, તો કેટલીક નદીના રંગોને લીધે આપણે તેને જાણતા હોઈએ છીએ, પરંતુ આપણે ઊંડી નદી વિશે જવલ્લે જ જાણતા હોઇએ છીએ. દુનિયાની સૌથી ઊંડી નદીમાં કોંગો નદીનું નામ સૌથી મોખરે આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ભલે આ નદી ધીમા પ્રવાહની છે પરંતુ એમેઝોન નદી બાદ આ નદી પરંતુ સૌથી વધુ પાણી વહેડાવતી નદી તરીકે પ્રસિદ્ધ છે. મૂળ આ નદી મધ્ય આફ્રિકામાં આવેલી છે અને તે દર સેકન્ડે અંદાજે 36 લાખ ક્યૂબિક મીટર જેટલું પાણી એટલાન્ટિક મહાસાગરમાં લઈ જાય છે. આ નદીની અંદાજિત ઊંડાઈ 220 મીટર આંકવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ આ નદીની ઊંડાઈ એટલી ઊંડી છે કે તેની ઊંડાઈ વિશે હજી પણ જાણવામાં આવ્યું નથી અને તે જાણવા માટેના પ્રયત્નો પણ હજુ ચાલુ છે.
આ નદી મધ્ય આફ્રિકાના 4,650 ફૂટની ઊંચાઈથી નીકળે છે, જ્યારે તે ઉત્તરીય રોર્ડેશિયામાં ચંબેજી તદુપરાંત લુઆ પૂલા નામથી પણ વિખ્યાત છે. કોંગો નદી પશ્ચિમ-મધ્ય આફ્રિકાના કુલ છ દેશોમાં થઈને વહે છે. લાંબી નદીઓની યાદીમાં કોંગો નદીનો નવમો ક્રમાંક આવે છે.
Comments
Post a Comment