Kachchh| bhuj: ભુજ હાટ ખાતે રાખી મેળા મહોત્સવનો પ્રારંભ કરાવતા ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ

Kachchh| bhuj: ભુજ હાટ ખાતે રાખી મેળા મહોત્સવનો પ્રારંભ કરાવતા ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ


ભુજ હાટ ખાતે ૭ ઓગસ્ટ સુધી આયોજિત રાખી મેળા મહોત્સવમાં રાખડી સહિત હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરવા જાહેરજનતાને અનુરોધ

૧૯થી વધારે સ્ટોલમાં કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટીંગ, કચ્છી પેચ વર્ક સહિતની વસ્તુઓ ખરીદી માટે ઉપલબ્ધ

ભુજ, આજરોજ ભુજ હાટ ખાતે ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખે રિબિન કાપીને રાખી મેળા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરમાં ભુજ હાટ ખાતે ૧થી ૭ ઓગસ્ટ સુધી રાખી મેળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ શ્રી પરીખને આવકારીને તમામ સ્ટોલની વિઝિટ કરાવીને વિસ્તૃત જાણકારી આપી હતી. ભુજ હાટ ખાતે ૭ ઓગસ્ટ સુધી ચાલનારા રાખી મેળા મહોત્સવમાં કચ્છની જાહેરજનતા બપોરના ૧૨ કલાકથી રાત્રિના ૧૦ કલાક સુધી રાખડી સહિત અવનવી હસ્તકળાની ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે. 

 રાખી મેળા મહોત્સવમાં હાથ બનાવટની રાખડી સહિત ભાતીગળ હાથશાળ હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે અને તેઓ પોતાની વસ્તુઓનું વેચાણ કરીને આવક રળી શકે તે માટે આ મેળાનું આયોજન ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. રાખી મેળા મહોત્સવમાં ભુજ હાટ ખાતે હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરખ બ્લોક પ્રિન્ટીંગ, કચ્છી પેચ વર્ક, ટાંગલીયા, મશરૂ, કલમકારી, કાષ્ટકલા અને ટેરાકોટા સહિતની વસ્તુઓ જાહેરજનતાને ઉપલબ્ધ થાય તે માટેના ૧૯થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. 

 ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખે વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલાઓને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. શ્રી પરીખે સ્ટોલધારક મહિલાઓને ઓફલાઈન તેમજ ઓનલાઈન વેચાણ કરવા માર્ગદર્શન આપીને સરકારશ્રી દ્વારા તમામ સહયોગ આપવામાં આવશે તેમ ખાતરી આપી હતી. ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ અને જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી અવનીબેન દવેએ કચ્છની જાહેરજનતાને રાખડી સહિત હસ્તકલાની વિવિધ વસ્તુઓ માટે ભુજ હાટની મુલાકાત લઈને ખરીદી કરવા માટે અનુરોધ કર્યો હતો.

Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

દુનિયાની સૌથી ઊંડી નદી