Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની...
આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી...
Dahod|Limkheda| Devgadbaria| Jhalod| Fatepura|Dhanpur| Sanjeli| Singhvad| Dahod|History Of Dahod | Best Places In Dahod | Historical Significance Of Dahod દાહોદનો ઇતિહાસ | દાહોદમાં શ્રેષ્ઠ સ્થળો | દાહોદનું ઐતિહાસિક મહત્વ દાહોદ એ ભારતના ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં દૂધમતી નદીના કિનારે આવેલું નાનું શહેર છે. એવું કહેવાય છે કે તેનું નામ સંત દધીચી પરથી પડ્યું છે, જેમનો દધુમતી નદીના કિનારે આશ્રમ હતો. દાહોદ પ્રદેશ બાવકાનું ઘર છે, જે દાહોદથી અગિયાર કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત પુરાતત્વીય અજાયબી છે. એવું કહેવાય છે કે પત્થરોથી બનેલું અને કામસૂત્રોના કોતરવામાં આવેલા દ્રશ્યોથી સુશોભિત આ માળખું એક વેશ્યાએ બાંધ્યું હતું. આ આર્કિટેક્ચરલ અજાયબી ચાંપાનેરના મહારાજાના સમૃદ્ધ શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. તેને દાહોદ જિલ્લાના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાન મહારાજા સિદ્ધરાજ જયસિંહે વિક્રમ સંવત 1093 માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું, અને પછીના બાર વર્ષ સુધી દાહોદમાં પડાવ નાખ્યો. સિદ્ધરાજની પ્રચંડ સેનાએ એક જ રાતમાં છાબ તલાવ (ટોકરી તળાવ)નું નિર્માણ કર્યું. તેની સેનાના દરેક સૈનિકે રાતોરા...
Comments
Post a Comment